સુરતમાં 22 વર્ષના યુવકે પાંચમાં માળેથી નીચે કૂદીને સુસાઈડ કરી લીધું…કારણ જાણીને ચોકી જશો.

સુરત(surat):રાજ્યભરમાં આપઘાતના બનાવ માં ખુબ જ વધારો થઇ રહ્યો છે,ત્યારે વધુ એક આપઘાતનો બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો છે,આ ઘટના સુરતના પાલ ગૌરવ પથ રોડ ઉપર બની હતી.

મળતી માહિતી મુજબ,યુવકનું નામ અભિષેક ઘી વાળા હતું અને તેને પાંચમા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. અભિષેક સુરતમાં ટોરેન્ટ પાવરના લીગલ એટવાઇઝર તરીકે કામ કરતો હતો. અભિષેકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

યુવકની ઉમર હજુ 22 વર્ષની જ હતી,પરિવારે જુવાન દીકરો ગુમાવતા ખુબ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો,આપઘાતનું કારણ હજુ જાણી શકાયું ન હતું.ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ આવી પહોચી હતી અને મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યું હતું.