ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો, ભરૂચમાં વૃદ્ધનું સારવાર દરમિયાન થયું મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના 176 નવા કેસ નોંધાયા છે. જ્યારે 69 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.

અમદાવાદ જિલ્લામાં 90, અમરેલીમાં 3, ભરૂચમાં 1, ભાવનગરમાં 2, દાહોદમાં 1, દ્વારકામાં 1, ગાંધીનગર જિલ્લામાં 6, જામનગરમાં 2, જૂનાગઢમાં 1, ખેડામાં 2, મહેસાણામાં 16, નવસારી 3, પાટણ 1, પોરબંદર 3, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 18, સુરેન્દ્રનગરમાં 1 અને વડોદરામાં 6 કેસ નોંધાયાં છે.

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જોકે, રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડા બાદ ફરી એકવાર કેસમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેની સામે 69 દર્દીઓ સાજા થયા છે અને હાલ ત્રણ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ભરૂચમાં વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ભરૂચમાં કોરોનાના કારણે વૃદ્ધનું મોત થતા ભરૂચમાં બનાવાયેલા રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં 236 દિવસ બાદ ચિતા સળગી હતી. તો અમદાવાદમાં પણ કોરોના વકર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રોજના 70 જેટલા કેસો શહેરમાં નોંધાઈ રહ્યા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 398 એક્ટિવ કેસ છે, જેમાંથી 39 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી એક દર્દી સિવિલ હોસ્પિટલમાં​​​ ICU હેઠળ સારવાર હેઠળ છે.

81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
ભરૂચના ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધને કોરોનાની સારવાર માટે 15 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.