સુરત(SURAT):રાજ્યભરમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં સુરતમાંથી એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે,આવો જ એક કિસ્સો બારડોલી માંથી સામે આવ્યો છે. બારડોલી તાલુકાના હરીપુરા થી માંડવી તાલુકાના કોસાડી ગામને જોડતા તાપી નદી પરના કોઝવે પરથી આજે બપોરના સમયે સુરતની મારુતિ કુરિયર નામની કંપનીમાં નોકરી કરતા સંજીવ પટેલે પોતાનો આઈકાર્ડ અને મેસ્ટ્રો બાઇક છોડીને નદીમાં પડતું મુક્યું હતું.
મળતી માહિતી મુજબ,બારડોલી તાલુકાના હરીપુરા થી માંડવી તાલુકાના કોસાડી ગામને જોડતા તાપી નદી પરના કોઝવે પરથી આજે બપોરના સમયે સુરતની મારુતિ કુરિયર નામની કંપનીમાં નોકરી કરતા સંજીવ પટેલે પોતાનો આઈકાર્ડ અને સફેદ કલરની મેસ્ટ્રો બાઇક છોડીને નદીમાં મોતની છલાંગ લગાવી હતી.
તરત જ ટીમ ત્યાં પહોચી ગઈ હતી,પરંતુ હજુ સુધી સંજીવ કુમારનો કોઈ પત્તો લાગ્યો નથી,સંજીવ કુમારની શોધખોળ હજુ ચાલુ જ છે ,ક્યાં કારણોસર આવું પગલું ભર્યું એ વિષે હજુ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી,પોલીસ એ વિષે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.