સુરત રેલ્વે સ્ટેશન નજીક સીટી બસ સ્ટેશન પાસે ઊભેલી બસમાં અચાનક આગ લાગી હતી. અચાનક સીટી બસ ભડભડ સળગી ઉઠતા અફડા તફડી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. સુરત મહાનગરપાલિકા સંચાલિત વધુ એક સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ ફાયરને કરાઈ હતી.ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરત રેલ્વે સ્ટેશન નો આ વિસ્તાર લોકોથી અને વાહનોની અવરજવર સાથે ખૂબ જ ભરચક વાળો વિસ્તાર છે. ત્યારે આ વિસ્તારમાં ઉભેલી સિટી બસમાં અચાનક આગ લાગતા અહીં દોડધામ મચી ગઈ હતી. સિટી બસમાં વધારે પડતી લાગેલી આગ ના કારણે અહીં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.
બસમાં આગ કયા કારણથી લાગી તે જણાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.સુરત રેલ્વે સ્ટેશન વાળો આ વિસ્તાર લોકોથી અને વાહનોની અવરજવર સાથે ખૂબ જ ભીડવાળો વિસ્તાર છે. ત્યારે આ વિસ્તારમાં ઉભેલી સીટી બસમાં અચાનક આગ લાગતા દોડાદોડી મચી ગઈ હતી. બસમાં ખુબ જ વધારે આગ ફેલાય રહી હતી.
સીટી બસમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી કરીને ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પરંતુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ આખી બસ વધારે આગ ફેલાય જતા ભડભડ સળગી ઊઠી હતી.