તથ્યકાંડને નજરોનજર જોયેલા વ્યક્તિએ વર્ણવી ઘટના,લોકો તરફડીયા મારતા, લોહી જ લોહી, ચારેયબાજુ ચીસા ચીસ’

અમદાવાદ(Amadavad):અમદાવાદ બ્રીજ પર થયેલા અકસ્માતને કોઈ લોકો ભુલાવી શકતા નથી,અકસ્માત યાદ આવતા જ બધા લોકોમાં તથ્ય પ્રત્યે ખુબ જ ગુસ્સાની લાગણી પ્રગટ  થાય છે.આ અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે. સાથે સાથે કારમાં રહેલ બે યુવાનો અને 3 યુવતીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના બાદ હવે એક પછી એક અપડેટ્સ મળી રહ્યાં છે, હાલમાં જ તથ્યકાંડને પોતાની આંખો સમક્ષ જોનાર વ્યક્તિએ આખી ઘટના વર્ણવી છે, તેનું કહેવું છે કે, હું મારી આંખો સમક્ષ હજુ પણ લોકો તરફડીયા મારતા જોઇ રહ્યો છું, હું સૂઇ પણ નથી શકતો.

દરિયાપુરના રહેવાસી અલતમસ કુરેશીનું કહેવું છે કે, મેં જોઈ તથ્ય દ્વારા કરાયેલ હત્યાઓને મારી આંખે, ઘટના એવી ભયંકર હતી કે હું હજુ પણ રાત્રે સુઈ નથી શકતો, અને ઘરની બહાર નીકળવાનો વિચાર નથી કરી શકતો. અડધી રાત્રે હજુ પણ મારી આંખો સામે લોકોને મરતાં જોઇ રહ્યો છું.

કહ્યું કે હું અને મારો મિત્ર ચા પીવા એસજી હાઇવે ગયા હતા, હું તે દરમિયાન અકસ્માત થયો હતો તેમની મદદ કરવા ગયો હતો, પરંતુ તથ્યકાંડ દરમિયાન મને પણ જોરદાર ટક્કર વાગી અને હું પણ હવામાં ફંગોળાયો, મને પણ ટક્કરથી હાથ-પગ અને ગળામાં ઇજાઓ પહોંચી. ત્યાં દ્રશ્યો માત્રે ચીસાચીસ અને બૂમાબૂમના જ હતા, લોકો બૂમો પાડીને રડી રહ્યાં હતા.