ભાવનગરમાં ઘરની પાસે રમી રહેલા 5 વર્ષના માસુમ બાળક પર લોખંડનો દરવાજો પડતા દર્દનાક મોત.

ભાવનગર(Bhavanagar):બાળકને લઈને અવાર નવાર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સા સાંભળવા મળતા હોય છે,હાલમાં એવો જ એક બાળક માટે કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે,ભાવનગરમાં પોતાના ઘરની પાસે રમી રહેલા 5 વર્ષના બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે.

મળતી માહિતી પ્રમાણે,બાળક જ્યારે ઘરની પાસે રમી રહ્યો હતો, ત્યારે લોખંડનો દરવાજો બાળક પર પડ્યો હતો. આ કારણસર બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું દર્દનાક મોત થયું હતું.,ભાવનગર શહેરના ચિત્રા મહેશ્વરી સોસાયટીમાં બની હતી,આ બાળકનું નામ રેનીશ હતું,રેનીશ સાંજના સમયે પોતાના ઘરની પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન એક લોખંડનો દરવાજો રેનીશપર પડ્યો હતો. જેના રેનિશ દરવાજાની નીચે દબાઈ ગયો હતો.

રેનીશને દરવાજાના ખુબ જ વજનથી  એટલો  ઈજાગ્રસ્ત થયો હતો કે રેનીશનું મોત થયું હતું,આ ઘટનાથી પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.નાના બાળકોનું ખુબ જ ધ્યાન રાખવું પડતું હોય છે,નહિ તો બાળકોની નાની નાની ભૂલ ખુબ જ મુશ્કેલીમાં મૂકી દે છે.