જેતપુર પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈને આપઘાત કર્યો ,મહિલા પોલીસના આપઘાતને કારણે અનેક શંકા-કુશંકા જોવા મળી ..

રાજકોટ (Rajkot ): જેતપુર પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે તહેવારના સમયે પોલીસ સ્ટાફ અને મહિલાના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.  મળતી જાણકારી મુજબ ,,જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયાએ આપઘાત કર્યો છે.

તેમણે પોલીસ લાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.. મૃતક મહિલા કોન્સ્ટેબલ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા. મહિલા પોલીસના આપઘાતને કારણે અનેક શંકા-કુશંકા જોવા મળી છે.મહિલા કોન્સ્ટેબલ દયાબેન જસદણના શિવરાજપુરની વતની છે.

મહીલા કોન્સ્ટેબલના આપઘાતની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રોબેશન IPS કેશવાલા, Dysp સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ લાઈનમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી છે. પોલીસે ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે ખસેડી કેસની વધુ તપાસ કરી છે.