સુરતમાં વધુ એક 40 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવારના એકના એક કમાઉ દીકરાનું મોત. થતાં પરિવાર શોકમાં ગરકાવ

સુરત(surat):રાજ્યભરમાં મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે,પરિવારે એકનો એક દીકરો ગુમાવતા પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.

મળતી માહિતી મુજબ,જહાંગીરપુરમાં આવેલા ગંગાનગરમાં 40 વર્ષીય ધવલકુમાર માધવભાઈ દેસાઈ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પત્ની અને એક આઠ માસનો દીકરો છે. ધવલ દોઢ વર્ષથી એલ એન્ડ ટી કંપનીમાં સિનિયર ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

ધવલને શરીરમાં કોઈપણ પ્રકારની બીમારી ન હતી., ધવલના ભાઈએ જણાવ્યું હતું કે આજે ધવલ નોકરી પર કામ કરી રહ્યો હતો.  ત્તેયારે તેને પહેલા થોડી ઉધરસ આવી હતી અને ત્યાર બાદ છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. છાતીમાં દુખાવા બાદ ધવલ  અચાનક જ ઢળી પડ્યો હતો, જેથી સાથી કર્મચારીઓ તેને લઈને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા.  હોસ્પિટલ પહોંચતાં ફરજ પરના તબીબે પણ તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવારના એકના એક દીકરાનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી,8 મહિનાના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.