સુરત (Surat):આમ તો ખાખી માટે સૌ કોઈ એક જ નજરથી જોતા હોય છે. પરંતુ આ જ ખાખી નું બીજું એક પાસુ સુરત જિલ્લાની માં જોવા મળ્યું હતું. જેમાં સુરત ગ્રામ્ય પોલીસે એક પરણીતાને આત્મહત્યા કરતા અટકાવી હતી.સુરત જિલ્લાનો આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં આ ઘટના બની હતી. મહુવા તાલુકાના ઘડોઈ ગામે એક પરિણીતાએ આજે પોતે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરનાર હોવાનું જણાવીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.
જોકે આ પોસ્ટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ ને ધ્યાને આવી હતી. પોલીસે તપાસ કરતા આ પરિણીતા સુરત જિલ્લાની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પરિણીતાના સોશિયલ મીડિયા ના એકાઉન્ટ પરથી નંબર મેળવી તેનો સંપર્ક કરવાનો શરૂ કર્યું હતું. અને વાતચીત કરતા આ પરિણીતાનું લોકેશન સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ગામ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે મહિલા સાથે કોઈક રીતે વાતચીતમાં વ્યસ્ત રાખી હતી. અને વાત કરતા કરતા અને મહિલા પરણીતા આત્મહત્યા કરે પહેલા જ પોલીસે તેને ઉગારી લીધી હતી. જો કે પરણીતાના આત્મહત્યા કરવાનું કારણ પૂછતા જે કારણ પરણીતા એ જણાવ્યું એ કારણ જાણીને પોલીસ પણ બે ઘડી નીશબ્દ થઈ ગઈ હતી. કારણ એ સામે આવ્યું કે પરણીતા અને પતિનો પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ હોવાને કારણે પોતાના ઘરમાં પરણીતા તેમજ તેની સાસુને ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ નહીં લાવી ખાવા પીવાનું પૂરતું અનાજ પણ નહીં ભરાવતા હોવાની ફરિયાદ કરી હતી.
પોલીસે ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ ભરાવી આપી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. જેથી એક સમયે આત્મહત્યા કરવા પ્રેરાયેલ પરિણીતા પોલીસનું આ માનવતા ભર્યું સ્વરૂપ જોઈને પણ ભાવવિભોર બની ગઇ હતી .