હાર્ટ એટેકના વધતા કેસો :રાજકોટમાં 44 વર્ષીય વેપારીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોક નું વાતાવરણ

રાજકોટ (Rajkot): આજના સમયમાં વધતું જતું જંગફૂડ  અને ભેળસેળ ના કારણે હાર્ટ એટેકના  કેસોમાં વધારો જોવા મળે છે .એવામાં રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. કિશોરભાઇ ભીખાભાઇ ચૌહાણ (ઉ.વ.44) ગત તા.5.07.2023ના રોજ બપોરે પોતાના ઘરે હતા તે સમયે તેમને છાતીમાં દુ:ખાવો થતા હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ પરિવારજનો કંઇ સમજે તે પહેલા જ કિશોરભાઇ છાતીના અસહ્ય દુ:ખાવાથી ઢળી પડયા હતા અને અર્ધબેભાન થઇ ગયા હતા.

પરિવારજનોએ તુરંત જ તેમને કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડયા હતા ત્યાં તત્કાલ તેમની સારવાર શરૂ કરાયેલ હતી પરંતુ સારવાર દરમ્યાન જ કિશોરભાઇએ દમ તોડી દેતા માલી પરિવારમાં શોક છવાયો હતો. તબીબોના જણાવ્યા મુજબ કિશોરભાઇના હૃદયની મોટા ભાગની નળીઓ બ્લોક થઇ ગઇ હતી.​​​​​​​કિશોરભાઇને આ પહેલા કયારેય છાતીમાં દુ:ખતું હોય કે અન્ય કોઇ ફરિયાદ કરી નહોતી. અચાનક જ તેમને હાર્ટએટેક આવી ગયો હતો.

કિશોરભાઇને સંતાનમાં 21 વર્ષનો દિકરો અને 17 વર્ષની દિકરી છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ઇમીટેશનનું કામ કરતા 44 વર્ષીય વેપારીનું હૃદય રોગના હુમલાથી મોત થતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.