સુરતના કતારગામ વિસ્તારના એક ફ્લેટમાં કબાટનો દરવાજો ખોલાતા જ સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો.

સુરત (Surat ):સુરતમાં બંધ બારણે નકલી દારૂ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે. જે કતારગામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર પોલીસને માહિતી મળી હતી કે કતારગામના મગન નગર ખાતે આવેલા મારુતિ કોમ્પલેક્ષના એક એપાર્ટમેન્ટમાં દિલીપ ઓમ પ્રકાશ શર્મા નામનો  શખ્સ નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ચલાવે છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી માત્ર કહેવાની વાતો છે.

ફ્લેટમાં આવેલ બેડરૂમમાં લોખંડના ફોલ્ડિંગ કબાટમાંથી પોલીસને 85 વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ,દારૂ ભરેલ કેરબો,145 ખાલી બોટલ,સ્ટીકર સહિત 2.38 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,દિલીપને આ તમામ મુદ્દામાલ સૈયદપુરાનો સીરાજ નામનો શખ્સ આપી જતો હતો.જેથી પોલીસે સીરાજ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સૈયદપુરા વિસ્તારના સીરાજ દ્વારા તમામ મુદ્દામાલ આરોપીને પૂરો પાડવામાં આવતો હતો.આરોપી દ્વારા અસલી દારૂમાંથી બ્રાન્ડેડ ખાલી બોટલમાં નકલી દારૂ ભરી વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં આવ્યું છે.