‘ હું કેહતી રહી પણ તથ્ય માન્યો જ નહીં ‘,,આરોપી તથ્ય પટેલને લઈને સામે આવી ચોંકાવનારી બાબતો….

અમદાવાદ (Amdavad ):ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં નવ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતમાં તથ્ય પટેલ કાર ચલાવતો હતો અને તેની સાથે તેના મિત્રો બેઠાં હતાં, જેમાં ત્રણ યુવતી પણ હતી. રાતે શું બન્યું અને કઈ રીતે બન્યું? એ વિશે પોલીસ તમામને પૂછપરછ કરી રહી હતી.

સવારથી તથ્ય સાથે પકડાયેલાં મિત્રોની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન ટ્રાફિકના અલગ અલગ અધિકારીઓ પોતાની સ્ટાઇલમાં પૂછપરછ કરતા હતા.10 કલાક સુધી તેના મિત્રોની પૂછપરછ થઈ, પણ નિવેદનો પૂર્ણ થયાં ન હતાં.પરંતુ એક યુવતીએ એવું નિવેદન આપ્યું છે કે રાતે જ્યારે કાફેથી નીકળ્યા ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તેની બાજુમાં એક છોકરી બેઠી હતી, ત્યારે બીજાં મિત્રો પાછળ બેઠાં હતાં.

કારમાં ત્રણ યુવક, જેમાં તથ્ય સામેલ હતો. તેની સાથે ત્રણ યુવતી પણ હતી. કાર ધીમે ધીમે કર્ણાવતી ક્લબથી આગળ વધી રહી હતી. કારમાં બેઠેલી એક છોકરીએ કહ્યું- તથ્ય, કાર ધીમી ચલાવ, પરંતુ તે કંઈ સમજ્યો નહિ અને કારની સ્પીડ વધતાં વધતાં 100થી ઉપર જતી રહી અને ધડાક દઈને કારનો અકસ્માત થયો હતો. ત્યારે કોઈ અમને ત્યાંથી બહાર કાઢીને લઈ ગયું હતું, ત્યાર બાદ શું થયું એની મને કશી ખબર નથી.