બાપ રે !!!!એસટી બસના ભાડામાં વધારો કર્યો પણ સરકારી કાર્યક્રમો માટે ST બસો વાપરીને સરકારે એસટી નિગમને 53.81 કરોડ હજી સુધી ચૂકવ્યા નથી …

ગુજરાતમાં એસટી બસના ભાડામાં આજથી 20થી 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે મોંઘવારીનો માર વધુ એકવાર ગુજરાતની જનતા પર પડ્યો છે.આજથી આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. હવેથી લોકલ બસમાં પ્રતિ કિમીએ 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા છે. GSRTCએ બસના ભાડામાં વધારો કરતા હવે મુસાફરોએ એસ ટી બસમાં મુસાફરી માટે વધુ ભાડું ચૂકવવું પડશે.

ગુજરાત સરકારે હજી સુધી એસટી નિગમને બાકી 53.81 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. કોઈ પણ સરકારી યોજનાનો ઉદઘાટન સમારોહ હોય, સરકારી કાર્યક્રમ હોય, ભૂમિપૂજન હોય કે લોકાર્પણ કર્યો હોય. આ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે સરકારને પ્રયાસો કરવા પડે છે.

ગુજરાત સરકારે હજી સુધી એસટી નિગમને બાકી 53.81 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. કોઈ પણ સરકારી યોજનાનો ઉદઘાટન સમારોહ હોય, સરકારી કાર્યક્રમ હોય, ભૂમિપૂજન હોય કે લોકાર્પણ કર્યો હોય. આ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે સરકારને પ્રયાસો કરવા પડે છે. વિવિધ સરકારી કાર્યક્રમોમાં લોકોને લાવવા લઈ જવા માટે સરકારે 34,614 એસટી બસો ભાડે લીધી હતી.