ગરુડ પુરાણમાં જન્મથી લઈને મોત સુધી અને મૃત્યુ બાદ આત્માના સફર વિશે જણાવવામાં આવ્યું છે. ગરુણ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ ક્યારે અને કેવી રીતે થાય છે. મૃત્યુ પહેલા વ્યક્તિને કેવા કેવા સંકેત મળે છે. તથા મોત બાદ તેના કર્મોના આધારે આત્મા સાથે કેવો વર્તાવ થાય છે. જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય તેને મૃત્યુ પહેલા કેટલાક સંકેતો મળવા લાગે છે. આ સંકેત એટલા માટે મળે છે કારણ કે વ્યક્તિ મૃત્યુ પહેલા પોતાના પરિજનોને તથા મિત્રોને મળી શકે અને તેમની સાથે વાત કરી શકે.
૧) મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. તેને અરીસા, તેલ કે પાણીમાં પોતાનો પડછાયો દેખાતો નથી.
૨) મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિ ગભરાવવા લાગે છે. તેનો અવાજ લથડવા લાગે છે. તે ઈચ્છવા છતાં બોલી શકતો નથી. હકીકતમાં તેને યમરાજા નજર આવવા લાગે છે.
૩ ) જ્યારે કોઈ વ્યક્તિનું મોત નજીક હોય તો તેને પોતાના પૂર્વજો કે મૃત્યુ પામેલા સ્વજનો દેખાય છે. તેને પોતાની એ પ્રિય વ્યક્તિ દેખાય છે જેનું મૃત્યુ થઈ ચૂક્યું હોય છે.
૫ ) મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિને પોતાના કર્મોની યાદ આવવા લાગે છે. તેની આંખોની સામે તેનું આખું જીવન કોઈ ફિલ્મની માફક ચાલે છે. તેને પોતાના ખરાબ કર્મ યાદ આવે છે અને તે કર્મોની સજા વિશે વિચારીને ડરે છે.