બાબા બાગેશ્વર મા ઉમિયાના ચરણોમાં હેલિકોપ્ટરમાં ઉમિયાધામ પહોંચ્યા, મા ઉમિયાની કરશે પૂજા-આરતી.

બાબા બાગેશ્વર આજ કાલ ખુબ જ ચર્ચામાં છે,બાબા બાગેશ્વર ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે તેઓ સુરત પછી અંબાજી ખાતે જવાના હતા.જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાની પૂજા-આરતી કરવા આવી પહોંચ્યા છે. અહીં મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન પણ કરશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારા સહિત સંતો આવી પહોંચ્યા હતા. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીની રાહમાં બહાર ઉભા રહેલા ડી.જી. વણઝારા અસહ્ય ગરમીથી ત્રસ્ત થઈ ફરી કારમાં બેસી ગયા હતા.ઝુંડાલ સર્કલ નજીક આવેલા રાઘવ ફાર્મમાં આજે સાંજના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.

સાધુ-સંતો સહિત 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.ગૌ ધામના કાલિદાસજી મહારાજે જણાવ્યું હતું કે, બાઘેશ્ર્વર બાબા નામનથી અમને માન અને ગૌરવ છે. ભારતવર્ષમાં એક એવી જનેતાએ મહાપુરુષને જન્મ આપ્યો છે.

સાંજે પાંચ વાગે દિવ્ય દરબાર શરૂ થશે. અને સાડા સાત વાગે પૂર્ણ થવાનો છે. આ માટે અગાઉથી મોટાભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.