અરેરે…કેવો ઘોર કલયુગ…સુરતમાં ડુમસ રોડ પર દીકરાએ જ જનેતા પર દુષ્કર્મ આચર્યું.

સુરત(surat):જેમ જેમ સમય જતો જાય તેમ તેમ એવી ઘટના સામે આવતી જાય છે,જેને જોઇને આપણે ધ્રુજી જતા હોઈએ છીએ.સુરતમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જેને સાંભળીને તમારા મગજનો પારો ઉપર ચડી જશે.નશાના રવાડે ચડેલા દીકરાએ જન્મ આપનારી જનેતા પર બળાત્કાર આચર્યો હોવાનું ખૂલ્યું છે.

ડુમસ રોડ પર એરપોર્ટ પાસેની એક બિલ્ડિંગમાં રહેતા હવસખોર દીકરાએ સગી માતા પર જ દાનત બગાડી હતી. નરાધમે પોતાના ઘરમાં માતાની છેડછાડ અને બળાત્કાર કર્યો હતો.

માતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે મામલો પોલીસ સ્ટેશન સુધી પણ ગયો હોવાની વાત સામે આવી રહી છે. જોકે, ડુમસ પોલીસે આવો કોઈ બનાવ બન્યો ન હોવાનું જણાવ્યું હતું.

માનસિક બિમાર પુત્રએ આ પ્રકારનું દુષ્કર્મ આચરીને  માતા-પુત્રના પવિત્ર સંબંધને લજવ્યો છે. સગા દીકરાના આવા કામ થી પાડોશી દોડીને આવ્યા હતા.