રાજકોટ(Rajkot):છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામની ચર્ચા ચારે તરફ થઈ રહી છે .પરંતુ બાલાજી સરકારના દર્શન કરવા હવે મધ્યપ્રદેશ સુધી લાંબા નહીં થવું પડે. હવે મધ્ય પ્રદેશના બાગેશ્વરધામ પછી બીજુ બાગેશ્વર બાલાજી હનુમાનજીનું મંદિર હવે રાજકોટમાં નિર્માણ પામ્યું છે.
બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બાબા બાગેશ્વર ધામ અને બાલાજી સરકારને સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ અપાવી છે. આ મહિનાની શરૂઆતમાં રાજકોટ ખાતે પણ બાબા બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાયો હતો.પરંતુ એ પહેલા રાજકોટમાં બાગેશ્વર ધામ જેવા બાલાજી સરકાર હનુમાનજી મંદિરની સ્થાપના કરવામાં આવી છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે
ગત એપ્રિલ મહિનામાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.આ તકે મોટી સંખ્યામાં ભાવિકો બાગેશ્વરધામ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા અને હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રાજકોટના કોઠારીયા રોડ પર રણુજા મંદિરની પાસે બાગેશ્વર બાલાજી મંદિરનું નિર્માણ થયું છે. હાલમાં જ એપ્રિલ મહિનાની 6ઠ્ઠી તારીખે પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી. આ માટે બાગેશ્વર ધામથી ધુળ અને ભભુતી પણ પ્રસાદ તરીકે લાવવામાં આવ્યા હતા.
આ સાથે જ રાજકોટના બાગેશ્વરધામ મંદિરમા દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અને રામધુન બોલાવવામાં આવે છે. અને દર પૂનમના દિવસે 500 જેટલા બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. આ મંદિરમાં દર શનિવારે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે અને નાળીયેરને કપડામાં વીટીંને મુકી જાઇ છે.