બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેબિનેટમાં કર્યા મોટા ફેરબદલ, નવા મંત્રીઓએ સપથ લીધા

બંગાળના રાજકરણમાં ફરી એક વખત ફેરફાર થયા છે અને સુપ્રિયો ઉપરાંત પાર્થ ભૌમિક, સ્નેહાશિષ ચક્રવર્તીને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં જ SSC કૌભાંડમાં ધરપકડ કરાયેલા પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવ્યા હતા.

તેમના ઉદ્યોગ વિભાગ સહિત કેટલાક મહત્વના વિભાગોની ખાલી જગ્યાઓને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે પોતાના કેબિનેટમાં ફેરફાર મોટા કર્યા છે. તૃણમૂલ કેબિનેટમાં નવ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપમાંથી ટીએમસીમાં આવેલા બાબુલ સુપ્રિયોનો સમાવેશ થાય છે.

કોલકાતામાં આજે નવ મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં બાબુલ સુપ્રિયો, સ્નેહાસિસ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા, પ્રદીપ મજુમદાર, તજમુલ હુસૈન, સત્યજીત બર્મનનો સમાવેશ થાય છે. બિરબાહા હંસદા અને બિપ્લબ રોય ચૌધરીએ સ્વતંત્ર હવાલો સાથે મંત્રી તરીકે શપથ લીધા. હકીકતમાં, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં જ SSC કૌભાંડમાં ધરપકડ કરાયેલા પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવ્યા હતા. આ વિસ્તરણ-કમ-ફેરફાર તેમના ઉદ્યોગ વિભાગ સહિત કેટલાક મહત્વપૂર્ણ વિભાગોની ખાલી જગ્યાઓને કારણે કરવામાં આવ્યા છે.

TMCએ કહ્યું કે 2011માં TMC સત્તામાં આવ્યા બાદ મમતા સરકારનું આ સૌથી મોટું ફેરબદલ છે. બંગાળમાં 2021માં ટીએમસી ત્રીજી વખત શાસન કરી રહી છે. આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે મમતા બેનર્જીની સરકાર શિક્ષક ભરતી કૌભાંડમાં ખરાબ રીતે ફસાયેલી છે. રાજ્યના વરિષ્ઠ મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ બાદ તેમને કેબિનેટમાંથી હટાવી દેવામાં આવ્યા છે.