ભાવનગરની ચારધામની યાત્રાની બસને નડ્યો ભયંકર અકસ્માત,7 લોકો ના તડપી તડપીને મોત.

ભાવનગર(Bhavanagar):દિવસે ને દિવસે અકસ્માતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ વધુ એક કાળજા કંપાવી દેતા અકસ્માતની ઘટના સામે આવી છે,ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર ગઈ કાલે યાત્રિકોની બસ ખીણમાં ખાબકી હતી. જેમાં ગુજરાતના 35 યાત્રીકો સવાર હતા જેમાંથી ભાવનગરના સાત યાત્રિકોના મોત નિપજ્યા છે. જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 35 લોકો ખુશી  ખુશી થી  ચારધામની યાત્રાએ નીકળ્યા હતા., જે બસને ખુબ જ ભયંકર અકસ્માત નડ્યો છે, તે બસમાં મોટાભાગના યાત્રિકો ભાવનગર જિલ્લાના હતા, જેમાં ભાવનગરના 7 લોકોના મોત થયા છે.,આ ઉપરાંત સુરત અને ગુજરાતના અન્ય કેટલાક યાત્રિકો પણ આ બસમાં સવાર હોવાનું સામે આવ્યું છે.

ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.,  બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી.

અકસ્માતમાં મૃત્યુ પામેલા માં જોઈએ તો ,1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા,2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર, ભાવનગર,3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા,4. દક્ષા મહેતા રહે.મહુવા,5.ગણપત મહેતા રહે.મહુવા,6.કરણ ભાદરી. રહે.પાલિતાણા,7.રાજેશ મેર રહે. અલંગ ના મોત થયા છે.

 28 લોકો ઘાયલ થયા છે અને હાલ તેન સારવાર ચાલી રહી છે તેઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે.,ભાવનગર દેવકુંરબેન સુરેશભાઈ, સુરત નિરલ યોગેશ, સુરત વિજય આતુજી રાઠોડ,સુરત જનાર્દન પોખરજી ભાટી, ગુજરાત રાઠોડ ગિરુભા અખુમા, ગુજરાત અશોક બલવંતસિંહ ગોહિલ, ભાવનગર મનીષ રમણિકભાઈ, ભાવનગર નયનાબેન મનીષભાઈ, ભાવનગર દિપ્તીબેન વૈભવભાઈ ત્રિવેદી, ભાવનગર હેતલબેન જનાર્દનભાઈ રાજ્યગુરુ, ભાવનગર ગાદાભાઈ મધુભાઈ, ગુજરાત સંજયકુમાર સાહુજી, ગુજરાત ભરતભાઈ કાન્તીભાઈ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ ભાનુશંકર,ભાવનગર અશ્વિનભાઈ લાભશંકર જાની, ભાવનગર હરેન્દ્રસિંહ મહિપતસિંહ, ગુજરાત સંજુ રમેશચંદ્ર, દહેરાદૂન જયદીપ મુન્નાભાઈ, ભાવનગર જીતુ મોહિત, ભાવનગર કેતન હર્ષદરાય રાજ્યગુરુ, ભાવનગર દિપ્તીબેન કેતનભાઈ રાજ્યગુરુ, ભાવનગર નિરજ ચંદ્રકાન્ત, ભાવનગર મુકેશ ફૂલચંદ (ડ્રાઈવર), દહેરાદૂન વિવેક મનીષ પદારિયા, ભાવનગર સુરેશ ભવાની, ભાવનગર કમલેશ વમનભાઈ ઉપાધ્યાય, ભાવનગર બ્રિજરાજ જીવિહા, ભાવનગર રેખાબેન મહેશભાઈ નો સમાવેશ થાય છે.