સુરતમાં કોન્સ્ટેબલના ભાઈએ અકસ્માત સર્જતા લોકો વિફર્યા,બે પોલીસકર્મીને લોકોએ છુટા હાથે ઢીબી નાખ્યા…

સુરત (Surat ):ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં કામ કરતા કોન્સ્ટેબલનો ભાઈ રોરો ફેરીમાં નોકરી કરે છે. જે નોકરી પરથી રાત્રિના સમયે પરત ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ઈચ્છાપોર પોલીસ સ્ટેશન પાસે અકસ્માત થયો હતો. અકસ્માત થયા બાદ ત્યાં હાજર સ્થાનિકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કોસ્ટેબલના ભાઈ સાથે ઝઘડો થયો હતો.

ત્યારબાદ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાઈને ફોન કરીને ઘટનાની જાણ કરતા કોસ્ટેબલ અને અન્ય સાથી કર્મચારી ત્યાં પહોંચ્યા હતા.. તે દરમિયાન અકસ્માત થતાં બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતાં પોલીસકર્મીઓ અને સ્થાનિકો આમને સામને આવી ગયા હતા. હાલ મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે.

જેમાં પોલીસ કર્મચારીઓને સ્થાનિક લોકો અને  મહિલાઓ દ્વારા પણ તેમને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત થયા બાદ બંને પોલીસ કર્મચારીએ સ્થાનિક યુવાનને માર મારતાં સ્થિતિ વધુ બગડી હતી અને તેના કારણે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો.જેમાં એક કોન્સ્ટેબલને વધારે ઇજા થતાં તે હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.