પાટણ જીલ્લાની સમી પી.આર.પરમાર હાઈસ્કૂલ ખાતે માં સ્વતંત્રતા અમુત મહોત્સવ ની ઉજવણી

પાટણ જીલ્લાની સમી પી.આર.પરમાર હાઈસ્કૂલ ખાતે માં સ્વતંત્રતા અમુત મહોત્સવ ની ઉજવણી સમીની પી . આર પરમાર હાઈસ્કૂલમા સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી નિવૃત જવાન દ્વારા ભારત માતાનું પૂજન . સમીની પ્રેમચંદભાઈ રા પરમાર હાઈસ્કૂલ ( જય ભારત ) મા ભારત માતાનો સ્વતંત્રતા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભારત માતાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી . કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના , સ્વાગત પ્રવચન , મહેમાનોનું પુષ્પ ગુચ્છથી અને પુસ્તકથી સન્માન ત્યારબાદ ભારતમાતાના ફોટાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી . આર્મીના જવાનો અને હારીજ તાલુકા પંચાયતના પ્રમુખ વનરાજસિંહ ઠાકોરનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું . શાળાના શિક્ષક શ્રી શૈલેન્દ્રસિંહ સોઢા એ ‘ આઝાદી કા અમૃત મહોત્સવ’ના પાંચ આધારસ્તંભો પર ભાર મૂક્યો હતો આઝાદીની લડાઈ , આઇડિયાસ 75 ( 75 વર્ષે વિચારો ) , એચિવમેન્ટ્સ 75 ( 75 વર્ષે ઉપલબ્ધિઓ ) , એક્શન્સ 75 ( 75 વર્ષે કાર્યો ) અને રિઝોલ્સ 75 ( 75 વર્ષે સંકલ્પ ) , જે સ્વપ્નો પૂર્ણ કરવા અને ફરજ અદા કરવા અગ્રેસર થવા માટે સૂચન કર્યું હતું . જયારે ભાજપના પાટણ જિલ્લા પ્રમુખ શ્રી ડી . વી ઠાકોર સાહેબે ભારપૂર્વક જણાવ્યુ કે , આઝાદી અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાની ઊર્જાનું અમૃત એનો અર્થ છે – આઝાદીની લડતના યોદ્ધાઓની પ્રેરણાનું અમૃત નવા વિચારો અને કટિબદ્ધતાઓનું અમૃત તથા આત્મનિર્ભરતાનું અમૃત . અને વનરાજસિંહ એ વીર શહીદોને યાદ કર્યા હતા . આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડી . વી ઠાકોર , હારીજ તાલુકા પંચાયતના પ્રમુખ વનરાજસિંહ , શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ પટેલ , અશ્વિનભાઈ કડિયા , મેહબૂબભાઇ સિપાઈ , સાહિલકુમાર વિરતીયા , મહાદેવભાઈ યોગી , માયાબેન દેસાઈ , પ્રવિણભાઈ નાયી વગેરે ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમનું સંચાલન શ્રી સંજયભાઈ ઠાકોર અને આભારવિધિ વિપુલભાઈ પટેલ કરી હતી