સુરત (Surat ): અત્યારે નાની મોટી છેતરપીંડી તો સાવ નાની વાત થઇ ગઈ છે પરંતુ આજે સુરત માંથી લાખોની નહી પણ કરોડોની છેતરપીંડી નો બનાવ સામે આવ્યો છે .આ ચીટર ટોળકીએ ઔરંગાબાદના એક બિલ્ડર સાથે 4% થી 6% વાર્ષિક વ્યાજે 50 કરોડ રૂપિયાની લોન આપવાની લાલચ આપી 65 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે.
આ મામલે બિલ્ડરે સુરતની મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.બિલ્ડર ઉપરાંત અન્ય છ લોકો સાથે પણ આ જ ગેંગ દ્વારા રૂ.50 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આમ કુલ 1.15 કરોડની છેતરપિંડી કરી હતી.
મળતી જાણકારી મુજબ આ છેતરપિંડીનો ભોગ બનેલા જગદીશ મોહનલાલ બિયાએ જણાવ્યું હતું કે ,આ ટોળકીએ ષડ્યંત્ર રચીને મહારાષ્ટ્રથી સુરત અને સુરતથી ગોવા વચ્ચે આ ખેલની શરૂઆત કરી હતી.આ મામલે મહીધરપુરા પોલીસ સ્ટેશનના જીતુ ચૌધરીએ જણાવ્યું કે, સુરતમાં જે જગ્યાએ અમરોલી ઓફિસ હતી એ ઓફિસ ભાડા પર લીધી હતી આ બનાવને અંજામ આપ્યા બાદ તેઓ ઓફિસ બંધ કરીને ભાગી ગયા છે તેના ડોક્યુમેન્ટ અમે જપ્ત કર્યા છે. આ તમામ આરોપીઓના સીડીઆર એનાલિસ્ટ ચાલુ છે .