ભાવનગર(Bhavanagar):હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સુધી ફરી ભારે પવન સાથે વરસાદ પડવાની કરેલી આગાહીના પગલે આજે સવારથી જ ભાવનગર શહેરમાં વાદળોછાયું વાતાવરણ થતા બફારાનો લોકોએ અનુભવ કર્યો હતો.
આજથી 5 દિવસ માટે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ તેમજ સૌરાષ્ટ અને કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
28 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને તા.1 મે ના રોજ મહત્તમ તાપમાન 39.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે 30 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયો હતો. આજરોજ તા.2 મે ના રોજ ન્યુનત્તમ તાપમાન 28 ડીગ્રી નોંધાયું હતું, ભેજનું વાતાવરણ 67 ટકા નોંધાયું હતું.