વડોદરા(vadodara):આજકાલ બાગેશ્વરબાબા ખુબ જ ચર્ચા માં છે,તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.વડોદરામાં આજરોજ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો નવલખી મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે.સાંજે 5:00 વાગ્યાથી નવલખી મેદાન ખાતે તેઓનો દિવ્ય દરબાર શરૂ થશે.
શહેરના બે મૂર્તિકારોએ બાબા બાઘેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું માટીમાંથી 6 કલાકની મહેનત બાદ સ્ક્લ્પચર તૈયાર કર્યું છે.શહેરના બે મૂર્તિકારોએ બાબા બાઘેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું માટીમાંથી 6 કલાકની મહેનત બાદ સ્ક્લ્પચર તૈયાર કર્યું છે.
રિસોર્ટમાં પહોંચ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ આરામ પર છે અને જાગ્યા પછી તેઓ પૂજા કરશે. બાદમાં બપોરે તેઓ રિસોર્ટમાં નહીં, પણ કોઈ ભક્તના ઘરે બનાવેલું ભોજન જમશે.400થી 500 સ્વયંસેવક આયોજનમાં જોડાયેલા છે. આ આયોજનને લઈને આશા છે કે બે લાખથી વધુ લોકો આ દરબારમાં ઉપસ્થિત રહેશે.
કોઈ અઇચ્છનીય ઘટના ન બને અને વધુ પડતી લોકોની ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસનો લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.સિનિયર સિટિઝન દ્વારા 20 હજારથી પણ વધુનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જે તમામ માટે ખુરસીમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. તદુપરાંત હજારોની સંખ્યામાં લોકો ભારતીય બેઠક વ્યવસ્થા પ્રમાણે નીચે બેસીને કાર્યક્રમમાં જોડાશે.