ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે શરુ થશે પરીક્ષા

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 14 માર્ચથી પરીક્ષા શરૂ થશે. શિક્ષણમંત્રીએ સોશ્યલ મિડીયામાં ધોરણ 10 બોર્ડ પરીક્ષાની તારીખ સાથેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. 14 માર્ચે ગુજરાતી વિષયનું પેપર યોજાશે. આ ઉપરાંત માર્ચ-૨૦૨૩ની ધોરણ-૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10 માટે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે અને 21 માર્ચ 2023ના રોજ સમાપ્ત થશે. જ્યારે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શરુ થશે અને 5 એપ્રિલ 2023 સુધી ચાલશે. મોટાભાગની પરીક્ષાઓ ત્રણ કલાકની રહેશે અને બપોરે 1.30 કલાકે સમાપ્ત થશે. જ્યારે કેટલીક પરીક્ષા બે કલાકની રહેશે જે બપોરે 12.30 કલાકે સમાપ્ત થશે.

ધોરણ 10નું ટાઈમ ટેબલ

14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ

14 માર્ચ- નામના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર

12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ

14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટર્નલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક 1 જાન્યુઆરી, 2023થી શરૂ થશે. મહત્વની વાત એ છે કે વિષયવાર સમયપત્રક શાળાઓ દ્વારા જારી કરવામાં આવશે. CBSEએ નોટિફિકેશનમાં સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી છે.