કન્ફર્મ: UAEમાં જ રમાશે એશિયા કપ, હોસ્ટ શ્રીલંકા ક્રિકેટ રહેશે

એશિયા કપને લઇને જે ચર્ચા ચાલતી હતી તે હવે પુરી થઇ ગઇ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) તરફથી કન્ફોર્મ કરી દેવામાં આવ્યુ છે કે 27 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ હવે યૂએઇમાં જ રમાશે. પહેલા તે શ્રીલંકામાં રમાવાનો હતો પરંતુ ત્યા બગડેલી સ્થિતિ વચ્ચે આવુ થવુ શક્ય ના થઇ શક્યુ. માટે એશિયા કપને યૂએઇ શિફ્ટ કરવામાં આવ્યુ છે. જોકે, હજુ પણ આ ઇવેન્ટનું યજમાન શ્રીલંકા ક્રિકેટ જ હશે.

આ વખતે એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે. આ ટી-20 ફોર્મેટમાં ટૂર્નામેન્ટ રમાશે. જ્યા ભારત,પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં તેમાં રમવાનું કન્ફોર્મ છે. જ્યારે યૂએઇ કુવૈત અને હોન્ગકોન્ગમાંથી કોઇ એક ટીમને એન્ટ્રી મળી શકે છે.

કાઉન્સિલ તરફથી નિવેદન જાહેર કરાયુ

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે કે 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી એશિયા કપ રમાશે. શ્રીલંકામાં યોજાનારી આ ટૂર્નામેન્ટને લઇને વિચાર કરવામાં આવ્યો અને તમામ સભ્યોએ વેન્યૂ બદલવાનો નિર્ણય કર્યો છે.

ACCનું કહેવુ છે કે શ્રીલંકામાં જે રીતની સ્થિતિ ઉભી થઇ છે, એવામાં ત્યા ટૂર્નામેન્ટ કરાવવી અશક્ય છે માટે તેને યૂએઇમાં કરાવવામાં આવશે. એસીસી પુરી રીતે શ્રીલંકા ક્રિકેટ અને તેના ફેન્સ સાથે ઉભુ છે, માટે યૂએઇમાં યોજાનારી આ ટૂર્નામેન્ટનો હોસ્ટ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ જ રહેશે.

ટી-20 વર્લ્ડકપ 2021 પછી આ પ્રથમ વખત હશે જ્યારે ભારત પાકિસ્તાનની ટીમ આમને-સામને થશે. પાકિસ્તાને આ મેચમાં ભારતને 10 વિકેટે હરાવ્યુ હતુ. એવામાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડકપ 2022 પહેલા ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટમાં મોટી જીત મેળવીને તૈયારીને પૂર્ણ કરશે.એશિયા કપમાં 9 ટીમ ભાગ લઇ રહી છે. અંતિમ વખત એશિયા કપના મુકાબલા 2018માં રમાયા હતા. આ વર્ષે ઓક્ટોબર- નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે. વર્લ્ડકપની તૈયારી તરીકે એશિયા કપને જોવામાં આવી રહ્યુ છે.