ચીનમાં ફરી કોરોનાએ કર્યું આગમન, આ લક્ષણો જણાતા જ થઈ જાવ સાવધાન!

અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત વિગતો મુજબ બેઇજિંગમાં અંતિમક્રિયા સ્થળો શબોથી ભરેલા છે. શબગૃહના કર્મચારીઓ પણ ફરજ દરમિયાન સંક્રમણનો ભોગ બની રહયા છે.ચીનમાં કોવિડ-૧૯ના પ્રતિબંધો હટાવ્યા પછી કોરોનાએ કાળો કેર વરતાવ્યો છે. મહામારી નિષ્ણાતોનું માનવું છે કે ચીનમાં કુલ વસ્તીના ૬૦ ટકા લોકો સંક્રમિત થઇ શકે છે.

આ સંખ્યા વિશ્વની કુલ વસ્તીના ૧૦ ટકા જેટલી થાય છે. મૃતકોની સંખ્યા લાખ નહી કરોડમાં હોય તેવો પણ ભય ઉભો થઇ રહયો છે. પશ્ચિમી મીડિયામાં ચીનની કમ્યૂનિસ્ટ સરકારની ટીકા કરતા લખવામા આવ્યું છે કે ચીન સરકારનું લક્ષ્ય જેને કોરોના સંક્રમણ થતું હોય એને થવા દો અને જે મરતો હોય એને મરવા દો એવું રહયું છે.

લોક ડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરાવવામાં આવતું હતું. આથી નાના મોટા શહેરોમાં ઠેર ઠેર લોક રોષ ફાટી નિકળતા સરકારે નિયમોમાં ઢીલ આપવી પડી હતી. નિયમોમાં ઢીલ આપવી જ ભારે પડી રહી છે. કોરોના સંક્રમણનો વિસ્ફોટ બેકાબુ બન્યો છે.

content image 3c866788 f090 41cc bd77 9092c343b5a4

એક સમયે સંક્રમણ તેના પીકથી નીચું ઉતરશે એ પછી ફરી જીવન પાટા પર દોડવા લાગશે.ચીની અધિકારીઓને કોરોના સંક્રમણ અને મોત અંગે પુછવામાં આવતા કોઇ જ ઉત્તર મળી રહયો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક સમય પહેલા ચીનમાં કોવિડ-૧૯નું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે જીરો કોવિડ પોલીસી સરકાર દ્વારા અપનાવવામાં આવી હતી.

See also  ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરી થી 29 માર્ચ સુધી મળશે

સંક્રમણથી બચવા માટે આ જ એક માત્ર તરણોપાય હતો. ભારત અને અમેરિકામાં રોજના ૨ થી ૩ લાખ કોરોના પોઝિટીવ કેસ નોંધાતા હતા.એ સમયે ચીનમાં કોરોના સંક્રમણના કુલ કેસ માત્ર ૮૦ હજાર હતા.વુહાન જેને કોરોના સંક્રમણનું એપી સેન્ટર ગણવામાં આવતું હતું તેમ છતાં ચીન જાણે કે કોરોનાથી બાકાત રહયું હતું.

410410 corona china

લોકોને પકડીને સામૂહિક કોવિડ ટેસ્ટીંગમાં લઇ જવામાં આવ્યા છે.હેલ્થ વર્કસ દિવસ રાત ડયૂટી બજાવી રહયા છે. લોકો સંક્રમણના લક્ષણોમાંથી બચવા અને રાહત માટે તાવ અને શરદીની દવાઓનો સ્ટોક કરી રહયા છે. દવા બજારમાં સરળતાથી મળતી નથી.૨૦૨૦ની શરુઆતમાં કોરોના મહામારી સામે દુનિયા આખી ઝઝુમી રહી હતી. લોકડાઉન અને ઇમરજન્સી જેવા શબ્દો હેઠળ દરેક દેશોએ આર્થિક અને સામાજિક પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકીને લોકોને ઘરે રહેવાની સલાહ આપી હતી.

 

તેના વિવિધ ઉત્પાદન એકમોએ કોરોનામાં હેલ્થ ઇમરજન્સીનૌ સામાન દુનિયાને પુરો પાડીને તગડી આર્થિક કમાણી કરી હતી. બે વર્ષ પછી ચિત્ર પલટાઇ ગયું છે. આજે ચીનમાં કોરોના મહામારીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે ત્યારે બાકીની દુનિયા લગભગ કોરોના મુકત બની છે.

See also  લક્ઝુરિયસ કારે યુવકને 12 કિમી ઢસડ્યો, બે દિવસ બાદ મળ્યો હતો મૃતદેહ