ક્રિકેટર રિષભ પંતનો ભયાનક થયો કાર અકસ્માત ગંભીર રીતે થયો ઘાયલ: બહાર આવ્યો સળગતી કારની બારી તોડીને

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રુરકીની નરસાન બોર્ડર પર તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કારમાં આગ લાગી અને એ પલટી ગઈ હતી. આ પછી ભારે જહેમતથી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. પંતને રિકવરી માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે. આ દરમિયાન રિષભ બારી તોડી કારની બહાર નીકળ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, રિષભની હાલત સ્થિર છે. અકસ્માતમાં રિષભને ગંભીર ઈજા થઈ છે.

તેને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે. રિષભ પંત કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રુરકીની નરસાન બોર્ડર પર તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ. ઉત્તરાખંડના DG અશોક કુમારના જણાવ્યા પ્રમાણે, પંત ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો, જેને કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત સમયે પંત કારમાં એકલો હતો. અકસ્માત બાદ પંતને પ્રાથમિક સારવાર માટે રુરકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું હતું કે તેને ઘણી ઈજાઓ થઈ છે.

MRI પછી તેના ઘૂંટણનું ઓપરેશન કરવું પડશે. ઉત્તરાખંડના DG અશોક કુમારના જણાવ્યા પ્રમાણે, પંત ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો, જેના કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત સમયે પંત કારમાં એકલો હતો. અકસ્માત બાદ પંત સળગતી કારમાંથી બારી તોડીને બહાર આવ્યો હતો. પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રિષભની હાલત સ્થિર છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે રિષભ પંતના અકસ્માત પર ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. રિકી પોન્ટિંગે લખ્યું છે કે આ સમયે રિષભ પંત વિશે વિચારી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છે, આશા છે કે તે જલદી પોતાના પગ પર ઊભો થઈ જશે.