ચોમાસા ની સરુઆત થતા જ વીજળી પડવાના અને શોર્ટ સર્કીટ જેવા બનાવો સામે આવવાનું શરુ થઇ જાય છે એવામાં એક રુવાડા ઉભા કરી દે તેવો બનાવ સામે આવ્યો છે.કપડવંજ તાલુકાના ખડોલ ખુમજીના મુવાડામાં તા ૫-૭-૨૩ના રોજ લગભગ રાતે ૮ વાગ્યાની આસપાસ ૧૬ વર્ષના ગોપાલ ભાઇ તખ્તસિંહ વાઘેલાના શરીર ઉપર વિજળી પડતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું..
વીજળીની ક્ષમતા એટલી પ્રચંડ હતી કે સગીરના હાથમાં રહેલી છત્રીના ચિથરા ઉડી ગયા હતા અને તેણે પહેરેલા કપડા પણ ફાટી ગયા હતા. જ્યારે ગોપાલ વાઘેલા ઉપર વીજળી પડીતે સમયે ઘરની નજીક ધીમી ધારે વરસાદ વર્સી રહ્યો હતો. તેમના હાથમાં રહેલી છત્રીના કુરચે કુરચા ઉડી ગયા હતા તેમજ તેમણે પહેરેલા કપડા પણ ફાટી ગયા હતા. ગોપાલભાઈના ઘર નજીક અમરાભાઇ લક્ષ્મણભાઈના ઘરમાં શોર્ટકીટ થતાં ઘરના પંખા, લાઈટ તેમજ વાયરીંગ બળીને ખાખ થઈ ગયું હતું જયારે પડોશીના ઘરમાં વીજ ઉપકરણોનું વાયરિંગ પણ બળી ગયું હતું ..
જ્યારે ગામની શાળા નજીક આઝાદીકાળથી રસ્તો ન હોવાથી ગોપાલ વાઘેલાની લાશને ચાદરમાં લપેટી લગભગ દોઢ કિ.મી. દુર ૧૦૮માં લઈ જવી પડી હતી. કપડવંજ સરકારી દવાખાને પીએમ માટે લઈ જવામાં આવી હતી. સમગ્ર માહિતી ગામના જાગૃત નાગરિક દ્વારા પ્રાપ્ત થઈ હતી.