સુરત:પરિણીત હોવા છતાં યુવતીએ ચાલુ રાખ્યા બીજા સાથે આડા સંબંધ,પ્રેમીએ યુવતી સાથે કર્યું એવું કે ધ્રુજી જશો.

સુરત(surat):વેસુ વિસ્તારમાં આવેલા વીઆર મોલના ફૂટપાથ પરથી આજે એક મહિલાની લાકડાના ફટકા મારી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જો કે પોલીસે હત્યા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસની જાણકારી મળી હતી કે મરનાર યુવતીના આડા સંબંધને લઈને તેની હત્યા થઈ છે

તેના ઘર નજીક રહેતા જ એક યુવક સાથે પ્રેમમાં હતી અને લગ્ન માટે દબાણ કરતી હોવાને લઈને પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ વાતનો  ખુલાસો થયો હતો કે પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી અત્યારે પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

મરનાર વૈશાલી રાઠોડ પરણિત હોવા  છતાં પોતાના ઘર પાસે રહેતા કુણાલ સોની નામના યુવકના સંપર્કમાં આવી હતી એ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને છેલ્લા લાંબા સમયથી વૈશાલી કુણાલ ને લગ્ન માટે દબાણ કરતી હતી.કુણાલ પણ પરણિત હોવાને લઇને લગન થઈ શકે તેમ ન હતા છતાંય વૈશાલી લગ્ન માટે દબાણ સતત કરતી હતી જેને લઇને પ્રેમી કુણાલ કંટાળી ગયો હતો જેને લઇને આ બંને પ્રેમી વચ્ચે ગતરોજ રાત્રે ઝઘડો થયો હતો અને ગુસ્સે આવેલા કુણાલ એ લાકડાના ફટકા મારતા જ વૈશાલીનું ઘટના  સ્થળ પર મોત થયું હતું.

સુરતના સ્થિત મગદલ્લા વાય જંકશન નજીક આવેલા એસએમસી ના ફૂટપાઠ પરથી એક યુવતીની લાશ મળી આવી હતી જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક દોડી જઈ તપાસ શરૂ કરી હતી ત્યારે આ યુવતીના માથાના ભાગે ગંભીર ઈજા નિશન મળી આવ્યા હતા.આ ઇજાને લઇને તેનું મોત થયકનું સામે આવ્યું હતું જોકે મરનાર યુવતી હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે મરનાર યુવતીની વધુ તપાસ શરૂ કરી હતી.