સુરત:બાગેશ્વર બાબા આજ કાલ ખુબ જ ચર્ચામા છે.બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વાર ગુજરાતમાં આવવાના છે. તેઓ 11 જુને સુરતની મુલાકાતે આવવાના છે. મળતી માહિતી પ્રમાણે તેઓ એક સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાના છે. બાબા બાગેશ્વરના ગુરૂ રામભદ્રાચાર્ય પણ સુરત આવશે.
સુરત એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી શોભાયાત્રા યોજાશે.ગુજરાતની મુલાકાત લઇને ગયાને હજુ બે જ દિવસ થયા છે. ત્યાં ફરીથી તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે. તેવી માહિતી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી 26 જૂનથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં હતા. તેમણે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં દિવ્ય દરબાર સહિતના કાર્યક્રમ યોજ્યા હતા. ત્યાં હવે ફરીથી તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે. 11 જૂને બાબા બાગેશ્વર સુરતમાં આવવાના છે.
તેમની સાથે બાબાના ગુરૂ રામભદ્રાચાર્ય પણ સુરત આવવાના છે. જો કે બાબા બાગેશ્વરના આ સાથે જ ગુજરાતમાંઅન્ય કાર્યક્રમો પણ છે. મળતી માહિતી પ્રમાણે સુરત એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી તેમની શોભાયાત્રા યોજાવાની છે. સુરતના ઉધના વિસ્તારના તેરાપદ ભવનમાં તેમના સંવાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. રામભદ્રાચાર્ય શોભાયાત્રામાં હાજર રહેવાના છે.