સુરતમાં દિકરી બની નોધારી, માતાનું કોરોનાથી મોત થયું, પિતાએ આપઘાત કરી લીઘો, દીકરાને દંપતીએ દત્તક લીધો.

સુરત(surat):દિવસે ને દિવસે એવા કિસ્સા સામે આવતા હોય છે,જેનાથી ખુબ જ ચક્ચાર મચી જતી હોય છે.સુરતમા હજુ એક બનાવ સામે આવ્યો છે.સુરતમાં માતાનું કોરોનામાં થયેલા અવસાન બાદ બે દિવસ અગાઉ પિતાએ પણ આંબાના ઝાડ પર દોરી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાથી છ વર્ષની દીકરી નિરાધાર થઈ ગઈ હતી.

માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી છ વર્ષની માસૂમ દીકરીનો પરિવાર પોલીસ બનીને રાખી રહ્યો છે. દીકરીની સમગ્ર જવાબદારી ઉઠાવનારી સરથાણા પોલીસે માસૂમ દીકરીના હાથે તેના પિતાના અગ્નિસંસ્કાર કરાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે દીકરાને સુરતના જ એક દંપતીએ દત્તક લીધો છે.

 મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ આ દૃશ્ય જોઈ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી વિગત આપી હતી કે, આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ લટકી રહી છે અને લાશ પાસે એક બાળકી ઊભી છે, જે સતત રડી રહી છે.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કરેલી તપાસમાં માસૂમ બાળકીએ પોતાનું નામ નેન્સી અને ઝાડ સાથે લટકી રહેલી લાશ તેના પિતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ હોવાનું જણાવ્યું હતું.

6 વર્ષની નિરાધાર બાળકીના પરિવારમાંથી કોઈ નથી. જેથી સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાળકીનો હાલ પરિવાર બની ગયો છે. બાળકીની તમામ જવાબદારી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે.