ભાવનગરમાં ગુમ થયેલા 5 વર્ષના માસુમ બાળકની તળાવમાંથી કટકા કરેલી લાશ મળી આવતા ખળભળાટ.

ભાવનગર(Bhavanagar):રાજ્યભરમાં મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક બાળકના મોતના સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે.,તળાજાના મણાર ગામે રહેતા એક પરિવારનો પાંચ વર્ષીય બાળક સવારે સ્કુલે ગયા બાદ લાપતા બન્યો હતો જેની ભારે શોધખોળ કરતા મળી ન આવતા બાળકના પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની તેમજ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બાદ સમીસાંજે મણાર ગામના તળાવમાંથી બાળકની કટકા કરેલ હાલતે લાશ મળી આવતા મણાર ગામમાં ભારે ખળભળાટ સાથે આખું ગામ સ્તબ્ધ થઇ ગયું હતું.

મળતી માહિતી મુજબ,તળાજાના મણાર ગામે રહેતા અને ખેત મજુરી કરતા મનસુખભાઇ નારણભાઇ મકવાણાને સંતાનમાં એક સાત વર્ષીય અમીત મકવાણા તેમજ પાંચ વર્ષીય જય મનસુખભાઇ મકવાણા નામે બે સંતાનો છે. જે બંન્ને સંતાનો તેમજ તેમના મોટાભાઇની દિકરી ભુમી ત્રણેય એક સાથે ઘરેથી નિશાળે જવા નીકળ્યા હતા.

નિશાળેથી જય પરત ન આવતા તેના પિતાજીએ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી,જે બાદ બપોરના સમયે મનસુખભાઇને ગામના તળાવ પાસેથી તેમના પુત્ર જયનું સ્કુલ બેગ મળી આવ્યું હતું અને સમીસાંજે પોલીસે તેમજ ગામના લોકોએ બાળકની શોધખોળ હાથ ધરતા મણાર ગામના તળાવમાંથી જય મકવાણા ની કટકા કરેલ હાલતે લાશ મળી આવતાગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

બાળકની લાશ મળી આવતા પ્રાથમિક તપાસમાં બાળકને કોઇ જંગલી પ્રાણી અથવા કુતરાઓએ બાળકને ફાડી ખાધો હોય તેવું અલંગ પોલીસના PSI તિવારીએ જણાવ્યું હતું.