સુરતમાં ગણેશ મહોત્સવ જોઈ પરત ફરતા 22 વર્ષીય રત્નકલાકારનું અકસ્માતમાં દુખદ મોત.

સુરત(Surat):રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક અકસ્માતનો બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો છે,ઘટનામાં રાત્રે મિત્રો સાથે મૃતક રત્નકલાકાર ગણેશ મહોત્સવ જોવા ગયો હતો. જ્યાંથી પરત ફરતા સમયે અજાણ્યા વાહને કચડી માર્યો હતો.

મળતી માહિતી મુંજબ,વરિયાવી બજાર ખાતે આવેલા ધાસ્તિપુરા ખાતે 22 વર્ષીય મયુર જગદીશ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. મોટાભાઈ, બહેન અને વિધવા માતા સાથે રહેતો હતો. ડાયમંડ કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

રાત્રે બાઇક લઈને  મિત્રો સાથે હજીરા ખાતે આવેલા ગણેશ મહોત્સવ જોવા માટે ગયો હતો.,મયુર સહિત ચાર મિત્રો બે બાઇક પર ગણેશ મહોત્સવ જોઈ પરત ફરતા હતા. ત્યારે જ ઇચ્છાપોર સર્કલ પાસે અજાણ્યા વાહન ચાલકે કચડી નાખ્યો હતો.યુરનું મોઢું અને છાતી કચડાય ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. મયુરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

મયુરના મૃતદેહને તાત્કાલિક પીએમ માટે લઇ જવામાં આવ્યું હતું.અજાણ્યા વાહન ચાલક સામે ફર્રીયાદ નોંધી આગળ તપાસ શરુ કરી હતી.,મયુરના આમ અચાનક મોત થવાથી પરિવારે નાનો દીકરો ગુમાવ્યો હતો,વિધવા માતા સહીત ભાઈ બહેન ઊંડા આઘાતમાં ગરકાવ થયા હતા.