અમદાવાદમાં દિવ્યાંગ દીકરીઓ બનાવે છે વિવિધ ડિઝાઈનની રાખડીઓં ,જેનું મંડળ દ્વારા વેચાણ પણ કરવામાં આવે છે.

અમદાવાદ (Amdavad ):રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકનો તહેવાર.:રક્ષાબંધન આવ્યા પેહલા જ રાખડીઓં  બજારમાં જોવા મળી જાય છે .રક્ષાબંધન નજીક આવી રહ્યો છે. ત્યારે કેટલીક સંસ્થાઓ અને મહિલાઓ દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અંધજન મંડળ ખાતે દિવ્યાંગ દીકરીઓ દ્વારા દર વર્ષે રાખડી બનાવીને તેનું માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે.નવાઈની વાત તો એ છે કે રાખડી બનાવવાનું શરૂ કર્યાને હજી અઠવાડિયું જ થયું છે. ત્યારે રૂપિયા 50,000 થી વધુની રાખડીઓને બનાવી તેનું વેચાણ પણ કરી ચૂક્યા છે.

દીકરીઓ રક્ષાબંધન પૂર્વે જ વિવિધ ડિઝાઇનની રાખડીઓ બનાવીને તેનું જુદી જુદી જગ્યાએ વેચાણ કરે છે.શારીરિક તેમજ માનસિક દિવ્યાંગતા ધરાવતી બાળકીઓ ખાસ તાર વડે દોરામાં વિવિધ ડિઝાઇનના મોતી અને આભલા પરોવે છે. આ સાથે કંકુ-ચોખાના બોક્સ સાથેની એક ડબ્બીનો સેટ પણ તૈયાર કરવામાં આવે છે.આ રાખડી બનાવતી દીકરીઓ પોતે દિવ્યાંગ છે. જેમાંથી કોઈ જોઈ શકતી નથી, તો કોઈ બોલી કે સાંભળી શકતી નથી, તો કોઈ મેન્ટલી ડિસેબલ છે.

આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન અહીં વિવિધ પ્રકારની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જેમાં દિવાળી સમયે દીવા બનાવવા, નવરાત્રીમાં ગરબા શણગારવા, ઉત્તરાયણમાં તલ-ચીકી બનાવવી, સિલાઈકામ, મડવર્ક, ભરત ગૂંથણ, વેસ્ટમાંથી બેસ્ટ સહિતનું કામ કરે છે.