વડોદરામાં સાસુએ કહ્યું- “દીકરા સાથે સૂવું હોય તો 10 લાખ રૂપિયા અને ગાડી લઈ આવજે”

વડોદરા(vadodara):હજુ પણ દહેજના બનાવ ખુબ જ બની રહ્યા છે,કહેવામાં આવે છે કે હવે સમય ફરી ગયો છે,દહેજ લેવામાં આવતું નથી,પરંતુ હજુ પણ અમુક ઘરોમાં દહેજને લીધે દીકરીઓને ખુબ જ હેરાન કરવામાં આવે છે,હાલ વડોદરામાં દહેજને લઈને કિસ્સો પ્રકાશિત થયો છે, પરિણીતાએ પોતાના સાસરિયા સામે ખુબ જ  શારીરિક માનસિક ત્રાસ અને 10 લાખ રૂપિયા સાથે કારની માંગણી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે પીડીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ-સસરા અને બે નણંદો સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ  ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા લગ્ન બાદ બે ત્રણ દિવસ મારી સાસરીવાળાએ મને સારી રીતે રાખી હતી. બાદમાં પતિ, સાસુ-સસરા તથા બન્ને નણંદો મને કામકાજની બાબતે અવાર નવાર મેણા-ટોણા મારી મને માનસીક તેમજ  શારીરીક ત્રાસ આપતા હતા. મને કહેતા કે તારા બાપના ત્યાંથી દસ લાખ રૂપિયા તથા ગાડી લઈ આવજે તેમ કહી દહેજની માંગણી કરી હતી.

મારા સાસુ મને મારા પતિ સાથે સુવા દેતા ન હતા, અને મને કહેતા હતા કે, તારે મારા દીકરા સાથે સૂવું હોય તો દસ લાખ રૂપિયા તથા ગાડી લઈ આવજે, નહી તો હું તને જાનથી મારી નાખીશ.

મારા સસરા પણ મને કહેતા હતા કે તારે આ ઘરમાં રહેવું હોય તો મારી પત્ની અને મારી બે દિકરીઓ કહે તેમ કરવું પડશે અને નોકરાણીની જેમ કામ કરવું પડશે.,બન્ને નણંદો  પણ એમ કેતી કે તે રૂપિયા જોઈને અમારા ભાઈ સાથે લગ્ન કરેલા છે, તેમ કહી મને અવાર-નવાર મેણા ટોણા મારી માનસીક શારીરીક ત્રાસ આપતા હતા.

મારા  પતિ પણ મને કહેતા હતા કે તે ગમતી નથી, મારે બીજા લગ્ન કરવાના છે., તું મને છૂટાછેડા આપી દે તેમ કહી મારી સાથે ખુબ જ  બોલાચાલી ઝગડો કરી મારઝુડ કરતા હતા.,પતિ અને બન્ને નણંદો પણ મને જેમ તેમ બોલી મને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. બાદમાં હું મારા પિયરમાં રહેવા આવી  ગઈ હતી.

મહિલાએ શારીરિક તેમજ  માનસીક ત્રાસ અને દહેજની માંગણીને લઈપતિ રાહુલ વસાવા, સસરા મહેશ વસાવા, સાસુ સુરેખાબેન વસાવા, નણંદ મેધાબેન વસાવા, બીજા નણંદ વૈશાલીબેન વસાવા ,જેઓ 18, વૃંદાવન સોસાયટી, દ્વારકા નગરીની સામે રહે છે ,તેની સામે મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.