ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ડ્રાયફ્રૂટ્સ શરીરને અનેક રીતે પોષણ આપવાનું કામ કરે છે. જેમાં જો ખાસ કરીને વાત કરીએ તો કિશમિશ સ્વાસ્થ્ય માટે એક નહિં પરંતુ અનેક રીતે ફાયદાકારક છે. દ્રાક્ષને સુકામેવામાંથી એક માનવામાં આવે છે. દ્રાક્ષ અનેક રીતે ખાવામાં આવે છે. કેટલાક લોકો પલાળીને ખાય છે તો કેટલાક લોકો આખી સવારના સમયમાં ખાતા હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દ્રાક્ષનું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોય છે. તો જાણો તમે પણ આ પાણી વિશે…
જાણો કેવી રીતે બનાવશો કિશમિશ પાણી
- કિશમિશ પાણી બનાવવા માટે સૌ પ્રથમ 2 કપ પાણી ઉકાળો.
- ત્યારબાદ આમાં 150 ગ્રામ કિશમિશ નાંખીને ગેસ બંધ કરી દો.
- હવે આ પાણીને ઢાંકીને આખી રાત રહેવા દો.
- ત્યારબાદ સવારમાં વહેલા ઉઠીને સૌથી પહેલા આ પાણી પી લો.
- જો તમે દિવસે કિશમિશનું પાણી બનાવી રહ્યા છો તો ઓછામાં ઓછા 6 થી 7 કલાક માટે એમ જ રહેવા દો.
જાણો કિશમિશ પાણી પીવાથી હેલ્થને શું થાય છે ફાયદા
- જો તમે રોજ સવારમાં કિશમિશનું આ પાણી પીવો છો તો એસિડિટીની સમસ્યામાંથી રાહત થાય છે. જો તમને એસિડીટીની સમસ્યા રહે છે તો આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે. આ પાણીમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે પેટમાં થતા બેક્ટેરિયાને દૂર કરવાનું કામ કરે છે.
- કિશમિશના પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે તમારી ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે. આ પાણી તમે રેગ્યુલર પીવો છો તો રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે જેના કારણે તમે જલદી બીમારીની ઝપેટમાં આવતા નથી.
- આ પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન પદાર્થ બહાર નિકળે છે. તમે તમારી બોડીને ડિટોક્સ કરવા માટે આ ડ્રિંક પી શકો છો. આ સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કિન માટે પણ અનેક રીતે ફાયદાકારક છે.