બાળકના પેટમાં કૃમિ છે? તો આ 3 ઘરેલું ઉપાયો અજમાવો, તરત રાહત થઇ જશે

બાળકોના પેટમાં કૃમિ થવા એ સામાન્ય બાબત છે. પરંતુ આ કૃમિ બાળકોના પેટમાં જ્યારે થાય ત્યારે સૌથી વધારે હેરાન પેરેન્ટસ થતા હોય છે. બાળકોના પેટમાં કૃમિ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પેટમાં કૃમિ થવાથી બાળક ચિડીયું પણ વધારે થઇ જાય છે. જો આ કૃમિ પર પૂરતું ધ્યાન આપવામાં ના આવે તો આ સમસ્યા શરીરના બીજા ભાગોને પણ અમુક અંશે અસર કરે છે. આ કૃમિ બાળકોના વિકાસને અટકાવાનું કામ કરે છે. આમ, જો તમારા બાળકના પેટમાં પણ કૃમિ છે તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

  • તમારા બાળકના પેટમાં કૃમિ પડ્યા છે તો તમે દરરોજ ગમે તે એક સમયે એને પપૈયુ ખવડાવો. પપૈયુ ખવડાવવાથી કૃમિની સમસ્યામાંથી છૂટકારો મળે છે. પપૈયુ કીડાઓને ખતમ કરવાનું કામ કરે છે. બને ત્યાં સુધી રોજ સવારમાં તમારા બાળકને એક પ્લેટ પપૈયુ ખવડાવો. તમારા બાળકને કબજીયાતની સમસ્યા છે તો એ પણ દૂર થઇ જશે અને તમને પણ મોટી રાહત થશે.
  • લીમડો સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. કડવો લીમડો ગમે તેવી કબજીયાતની તકલીફને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ પેટમાં થતા કૃમિને દૂર કરવા માટે કડવો લીમડો સૌથી બેસ્ટ છે. આ માટે તમે બેથી ત્રણ પાનનો મિક્સરમાં રસ કાઢો અને પછી પીવડાવો. જો તમારું બાળક આ રસ પી શકે છે તો સૌથી સારું. પણ જો બાળક આ રસ ના પી શકે તો તમે એને કોઇ પણ વસ્તુમાં મિક્સ કરીને એટલે કે દાળમાં કે લીંબુના શરબતમાં મિક્સ કરીને પીવડાવી શકો છો.
  • રસોડામાં વપરાતી હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે પેટમાં થતા કૃમિને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે હળદર પાણી, હળદરવાળુ દૂધ તેમજ હળદર અને મધ મિક્સ કરીને ચટાડો છો તો આ સમસ્યામાંથી રાહત થઇ જાય છે.