આ વર્ષે ૩૦-૩૧ ઓગસ્ટ બે દિવસ રક્ષાબંધન ઉજવાશે,જાણો રાખડી બાંધવાની સાચી તારીખ અને શુભ મુહુર્ત…

અમદાવાદ (Amdavad ):કહેવાય છે કે ભાઈ-બહેનનો પ્રેમ આ દુનિયામાં સૌથી સુંદર છે. રક્ષાબંધનનો તહેવાર આ પ્રેમને સમર્પિત છે. આ દિવસે, બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખ અને સમૃદ્ધિની કામના કરે છે.રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ  મહિનાની છેલ્લી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

ગત વર્ષની જેમ આ વખતે પણ રક્ષાબંધન એક નહીં પરંતુ બે દિવસ ઉજવાશે. ઉલ્લેખનીય છે કે આ વખતે રાખડીના તહેવાર પર ભદ્રાનો પડછાયો છે.આવી સ્થિતિમાં રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 30મી ઓગસ્ટની રાત્રિથી શરૂ થશે, જે બીજા દિવસે સવાર સુધી ચાલશે, તેથી વર્ષ 2023માં રક્ષાબંધનનો તહેવાર 30 અને 31મી ઓગસ્ટ એમ બંને દિવસે ઉજવવામાં આવશે.હિંદુ કેલેન્ડરની ગણતરી અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા 30 ઓગસ્ટની સવારે 10.58 વાગ્યાથી 31 ઓગસ્ટની સવારે 7.58 વાગ્યા સુધી છે.

ભદ્રા શરૂ  – 30 ઓગસ્ટ 2023 સવારે 10.58 વાગ્યે
ભદ્રા સમાપ્ત  – રાત્રે 9:01 વાગ્યે (30 ઓગસ્ટ 2023)
રાખડી બાંધવાનો શુભ મુહુર્ત  – 30 ઓગસ્ટ 2023 રાત્રે 9.01 થી 31 ઓગસ્ટ 2023 સવારે 7.05 કલાકે
ભદ્ર કાળમાં રાખડી કેમ નથી બાંધવામાં એની તો આ માટે એવું કહેવાય છે કે શૂર્પણખાએ ભદ્રા કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી, જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો અને એટલે જ એવી એક સર્વ સામાન્ય માન્યતા છે કે બહેનોએ ભદ્રકાળમાં ક્યારેય ભાઈને રાખડી ન બાંધવી જોઈએ.