વાવઝોડાણી આગાહી ઘણા દિવસ થી આપવામાં આવી રહીં છે .ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજૉયની અસર વર્તાવવાની શરૂ થઇ ગઇ છે, અને કેટલાય વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે, ખાસ કરીને દરિયાની નજીકના વિસ્તારોમાં મોડી રાતથી જ ઝાંપટા પડવાના શરૂ થઇ ગયા છે.
આ બધાની વચ્ચે બિપરજૉય વાવાઝોડાએ રૂટ બદલ્યો હોવાના પણ સામાચાર હવામાન વિભાગે આપ્યા છે. જો ગુજરાતમાં બિપરજૉયની અસર વધશે તો આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડવાની આજે સંભાવના છે.
આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે.
ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે નહિ તેથી ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. જો કે આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની હાલની સ્થિતિને જોતા. તમામ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.