અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા બ્રીજ પરના અકસ્માતે સૌ લોકોને ધ્રુજાવી દીધા હતા,9 લોકોને કચડનાર તથ્ય પટેલ હાલમાં જેલ ની હવા ખાઈ રહ્યો છે,ગઈકાલે તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી હતી.
આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પોલીસ-બંદોબસ્ત વચ્ચે બન્ને આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને લાવવામાં આવ્યા હતા, તેમજ બન્ને આરોપી વકીલને પણ મળ્યા હતા,તેમજ બંને ને કોર્ટમાં પણ હાજર કર્યા હતા,પ્રજ્ઞેશ પટેલને જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરનું જમવાનું મળશે. આ કેસમાં આગળની વધુ કાર્યવાહી માટે કોર્ટે 1 સપ્ટેમ્બરે નક્કી કરી છે.
કોર્ટમાં આવતા જ બન્ને સાવ જ પાછળ બેઠા હતા, અને એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા. તથ્ય ચશ્માં અને જેક એન્ડ જોન્સની ટી-શર્ટ પહેરીને આવ્યો હતો, નંબરનાં ચશ્માં હોય એવું જાણવા મળ્યું હતું.,ગ્રામ્ય સેશન્સ કોર્ટે પ્રજ્ઞેશ પટેલના જામીન ફગાવતા હવે પ્રજ્ઞેશ પટેલની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટમાં કરાઈ છે. જેની પર આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
પ્રજ્ઞેશ પટેલના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલને 2019થી મોઢાના કેન્સરની બીમારી છે. મુંબઈની હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ સ્લીપ ઇ-મેઇલથી મળી છે. અગાઉના ઇલાજને લગતા કાગળો પણ છે. તેની રેગ્યુલર ટ્રીટમેન્ટ ચાલુ છે. કોર્ટ તેની તપાસ કરી શકે છે.