સુરતનાં દંપતી સાથે કુદરતે રચ્યો કેવો ખેલ,લગ્નનાં 10 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ IVF કરાવ્યું, એકસાથે ત્રણ બાળકનો જન્મ એક બાદ એકનાં પળભરમાં મોત

સુરત(surat):અમુક અમુક કિસ્સાઓ એવા બનતા હોય છે,જેને જોઇને આપણને એમ થાય છે કે ભગવાન પણ આ લોકો સમું નહિ જોતા હોય,એવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.,દંપતી સાથે કુદરતની ક્રૂર મજાકનો કિસ્સો સામે આવ્યો છે. સિંગણપોર વિસ્તારના રાજસ્થાની દંપતીના લગ્નનાં 10 વર્ષે મળેલું ત્રણ-ત્રણ બાળકોનું સુખ પળભરમાં છીનવાઈ ગયું હતું.

મૂળ રાજસ્થાનના ઢોલપુરનો વતની રામવીર ગોસ્વામી પત્ની કુસમાબેન સાથે સિંગણપોરમાં  શુભમ સોસાયટીમાં રહે છે, રામવીર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રામવીર અને કુસમાબેનના લગ્નજીવનને 10 વર્ષ જેટલો સમય થયા પછી પણ સંતાન નહીં થતાં તેનું દુઃખ પતિ-પત્નીને સતત રહેતું હતું.

6 મહિના પહેલાં આઈવીએફ સારવાર થકી માતા-પિતા બનવાનો નિર્ણય લીધો હતો અને કાપોદ્રાની હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી,હાલ કુસમાબેનને છઠ્ઠો મહિનો ચાલી રહ્યો હતો., મંગળવારે કુસમાબેનને રૂટિન ચેકઅપ માટે લઈ જતાં ડોક્ટરે તેમને પ્રસૂતિનો દુખાવો શરૂ થયો હોવાનું કહી દાખલ કરી લીધા હતા. ત્યાર બાદ ગતરોજ સાડાચારેક વાગ્યે એક પછી એક ત્રણ બાળકને જન્મ આપ્યો હતો.

અધૂરા માસે જન્મેલાં ત્રણેય બાળકો પૈકી એક હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યું હતું,જ્યારે અન્ય બાળક બચવાની આશા  ન દેખાતાં તેને જલ્દી માં જલ્દીથી  108 એમ્બ્યુલસમાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા,પરંતુ સિવિલમાં પહોંચ્યા એ પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા.