અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દીકરાને બચાવવા પરિવારે ઘર ગીરવી મૂક્યું, છતાં દીકરો ઊંઘી શકતો નથી ને દુખાવો સહન ન થતા ચીસો પાડે છે.

અમદાવાદ (Amdavad ):અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને ગુજરાતના લોકો ક્યારેય ભૂલશે નહીં જેમાં  12 લોકોને ઈજા પહોંચી હતી . આ અકસ્માતની ઝપટે ભાડમુંજા પરિવારનો લાડકવાયો મિઝાન પણ ચડી જાય છે.અકસ્માતના 11 દિવસ પછી સોમવારે મિઝાન ભાડબુંજા પહેલીવાર ઘરે પહોંચ્યો. તેને પગમાં ત્રણ ફ્રેક્ચર છે અને પ્લેટ બેસાડી છે. માથામાં ગંભીર ઈજા પહોંચવાથી હજી તેને બોલવામાં અને કંઈપણ યાદ કરવામાં તકલીફ થઈ રહી છે.

મિઝાનના પિતા ઈરફાન હારૂમ ભાડમુંજા એ  કહ્યું હતું કે ,સારવાર માટે પરિવારને કુલ સાડાચાર લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે તેમજ તેનો રોજનો ખર્ચો પણ બેથી ત્રણ હજાર જેટલો થાય છે અને સારવાર માટે અમને સરકાર તરફથી કોઈ સહાય મળી નથી. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અમારે સોનું વેચવુ પડ્યું અને ઘર પણ ગીરવી રાખવું પડ્યું છે.

મિઝાનના મોટા ભાઈ નોમાન ભાડમુંજા સાથે વાત કરતાં તેણે જણાવ્યું, મિઝાન ઘણીવાર રાત્રે ઊઠીને ચીસો પાડે છે. તેના પગમાં અસહ્ય દુખાવો રહે છે. તેને એવું લાગે છે કે તેના પગ છે જ નહીં,રાત્રે અને સવારે ઊંઘી શકતો નથી. 24 ક્લાક જાગ્યા જ કરે છે, તેને અકસ્માતનો આઘાત લાગ્યો છે.