આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ પોતાના જ સ્ટુડિયોમાં ગળાફાંસો ખાધો, 4 નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યા હતા.

જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ મંગળવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી.તેમના મેનેજરે જણાવ્યું કે તેણે રાત્રે 3.30 વાગ્યે મુંબઈ નજીક કર્જતમાં તેના એનડી સ્ટુડિયોમાં ગળે ફાંસો ખાઈને જીવનનો અંત લાવ્યા હતા. તેમની ઉંમર 58 વર્ષની હતી. તેઓ પોતાનો મોટાભાગનો સમય આ સ્ટુડિયોમાં જ પસાર કરતા હતા.

નીતિન દેસાઈ મંગળવારે રાત્રે 10 વાગ્યે તેમના રૂમમાં ગયા હતા., સવારે તે ઘણા સમય સુધી બહાર આવ્યા ન હતા. તેમના બોડી ગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો હતો. બારીમાંથી જોયું તો દેસાઈનો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

આત્મહત્યાના બે કારણો સામે આવી રહ્યા છે.એક નાણાકીય કટોકટી, બીજી તબીબી સમસ્યા,હજુ સાચું કારણ શું છે એ સામે આવ્યું નથી. મહારાષ્ટ્રના ધારાસભ્ય મહેશ બાલ્ડીએ આજે ​​કહ્યું કે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે., આ તેની આત્મહત્યાનું કારણ હોઈ શકે છે.

ધારાસભ્ય મહેશ બાલ્ડીએ કહ્યું કે નીતિન દેસાઈએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું, નીતિન દેસાઈ મારા વિધાનસભા ક્ષેત્રમાં આવતા હતા. તેઓ લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. આર્થિક સંકડામણના કારણે તેણે આજે સવારે એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી હતી.

તેમની કારકિર્દીમાં તેણે 250 એડ ફિલ્મ,180 ફિલ્મ અને 100 જેટલા ટીવી શોમાં કામ કર્યું છે.