સુરત(surat):હાલમાં ખુબ જ રાજ્યભરમાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે,હાલ સુરતમાં રોગચાળાને લીધે વધુ એક મોતની ઘટના સામે આવી છે,ઝાડા, ઉલટી અને તાવ જેવી બીમારીમાં સપડાઈને નાની વયના લોકો મૃત્યુ પામી રહ્યાં છે. તાવની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા 22 વર્ષીય યુવકનું મોત થયું છે.વેસુના ઓમ ટેરેસમાં ગાર્ડનીગ કરતા એક યુવકનું તાવમાં મૃત્યુ પામ્યો હતો.મૃતકના ભાઈ જીવને જણાવ્યું હતું કે રિતેશ બે વર્ષ પહેલાં જ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. 2-4 દિવસથી તાવમાં સપડાયો હતો.
મહારાષ્ટ્રનો 22 વર્ષનો રિતેશ ગજાનદન સીરાની સુરતના વેસુ વિસ્તારમાં હાઈ રાઈઝ બિલ્ડિંગોમાં ગાર્ડન કેળવણીનું કામ કરતો હતો. રિતેશના બીજા બે નાના ભાઇ અને વિધવા માતા છે. પરિવારના ત્રણ સંતાનોમાં મોટો દીકરો હતો. રિતેશ પરિવારનો આર્થિક સહારો હતો. રિતેશ બે વર્ષ પહેલાં જ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો.
પિતાના અવસાન બાદ મોટા ભાઈ રિતેશના માથે ઘરની તમામ જવાબદારી આવી ગઈ હતી,ઘરની મોભ સમાન વ્હાલસોયા પુત્રનું મૃત્યુ થતા વિધવા માતા પર આભ તૂટી પડ્યું હતું.