સુરત (Surat ): સુરતમાં એક વિધર્મી યુવકે ખટોદરા વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં પ્રેમ જાળમાં ફસાવી લીધી અને દુષ્કર્મ આચર્યું હતું .સગીરા છેલ્લા 15 દિવસથી સ્કૂલ અને ટ્યુશન જતી ન હતી, જેથી માતાએ તેણીની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મળતી જાણકારી મુજબ ,,તે ધોરણ-9માં અભ્યાસ કરતી હતી, ત્યારે વર્ષ 2022માં ઓક્ટોબર મહિનામાં તે ખટોદરા આઝાદ નગર વિસ્તારમાં રહેતા સોયેબ શફી શેખ સાથે સંપર્કમાં આવી હતી. આરોપી સોયેબ શફી શેખની એક ચીકનની શોપ હતી તે સગીરાનો પીછો કરતો હતો.
બાદમાં આરોપીએ કોઇ રીતે સગીરાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને બાદમાં સગીરાને તેના વોટ્સએપ નંબર પર મેસેજ કરતો હતો અને વાતચીત કરતો હતો. એટલુ જ નહીં આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી અને હું તને તારા પરિવાર કરતા પણ વધુ સારી રીતે સાચવીશ તેમ જણાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને આરોપીએ સગીરાને પોતાના ઘરે તેમજ અલથાણ ગાર્ડન ખાતે મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે સગીરાના પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.