માર્કેટમાં આવી ઇલેક્ટ્રીક ફીરકી જાણો કેટલી વધી ડિમાન્ડ

ઉત્તરાયણનો તહેવાર નજીક આવ્યો છે ત્યારે માર્કેટમાં નવા નવા અનેક પ્રકારની પતંગો અને ફીરકીઓનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં ઇલેક્ટ્રીક ફીરકી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ફીરકીમાં એક બટન દબાવવાથી સરળતાથી દોરો વીંટી શકાય છે તેમજ ફીરકીમાંથી દોરાને ઢીલ પણ આપી શકાય છે. સુરતમાં ઇલેક્ટ્રીક ફીરકીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે અને બેટરી સંચાલિતા ફીરકી લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બની રહી છે. માર્કેટમાં ફીરકીની ડિમાન્ડ વધારે: ઉત્તરાયણને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ બજારમાં અલગ અલગ પ્રકારની પતંગ અને નવી નવી વેરાઈટીની ફીરકીઓનું વેચાણ શરૂ થયું છે.

પતંગરસિયાઓને ઉત્તરાયણમાં કોઈ વધારે મુશ્કેલી પડતી હોય તો તે પતંગ કપાય બાદ દોરો ફીરકીમાં લપેટવામાં પડે છે. ત્યારે સુરતમાં સૌપ્રથમ વખત ઇલેક્ટ્રીક ફીરકીનું વેચાણ થઈ રહ્યું છે. આ ફિરકીમાં એક બટન દબાવવાથી દોરો ફિરકીમાં વીંટાય જાય છે. તેમજ પતંગ ચગાવતા સમયે પતંગના દોરાને ઢીલ પણ આપી શકાય છે. સુરતમાં આ ઇલેક્ટ્રીક ફીરકી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. દોરો વીંટવાની ઝંઝટ ન હોવાને કારણે આ ઇલેક્ટ્રીક ફીરકીની ડિમાન્ડ પણ વધી રહી છે. આ ઇલેક્ટ્રીક ફીરકીમાં સૌથી મોટી ખાસિયત એ છે તે બેટરી સંચાલિત છે. આ ફીરકીમાં નવ વોલ્ટની ત્રણ બેટરી મૂકવામાં આવે છે. જે 6થી 7 કલાક સુધી આ ફીરકીને સતત ફરવામાં બેટરી બેકઅપ પૂરું પાડે છે.

આ ઉપરાંત એક મોટર પણ મૂકવામાં આવી છે જે આ ફિરકીને સરળતાથી ફેરવી શકે છે. ફીરકીમાં બેટરી પૂરી થયા બાદ તેની બેટરી પણ સરળતાથી બદલી શકાય છે. ઉતરાયણમાં ઇલેક્ટ્રીક ફીરકીના કારણે હવે પતંગ રશિયાઓને પતંગ કપાયા બાદ પતંગની દોરી વીંટવાની જે મુશ્કેલી પડતી હતી તે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. કારણ કે ઈલેક્ટ્રીક ફીરકીમાં એક બટન દબાવવાથી ફીરકીમાં દોરી વીંટાવા લાગશે જેથી પતંગરસિયાઓ પતંગ ચગાવવાનો આનંદ ખૂબ જ સારી રીતે માણી શકશે.