ગુજરાતમાં આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો વિભાગે શું કરી આગાહી?

જરાતમાં આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં ગુજરાતમાં હૂંફાળા વાતાવરણનો આવશે અંત અને ઠંડીનો ચમકારો વધશે. એક દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે હૂંફાળા વાતાવરણનો અંત આવશે અને ઠંડીનો ચમકારો વધશે. હાલ તો ગુજરાતમાં સૂકું વાતાવરણ છે. અડધો ડિસેમ્બર મહિનો વિતી ગયો છતાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. રાજ્યમાં બે દિવસથી ઠંડા પવન અને ઠંડીમાંથી રાહત મળી છે. ત્યારે ગુજરાતીઓ પણ રાહતનો શ્વાસ લઇ રહ્યા છે.

રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે જેના કારણે ઠંડીનો અનુભવ ઓછો થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં ચારથી પાંચ દિવસ તાપમાન ઘટવાની સંભાવના નહિવત છે. શનિવારે રાજ્યમાં 9.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. તાપમાનનાં આંકડા જોતા અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 6 ડિગ્રી કરતાં વધુ ઉપર ગયો છે. જેના કારણે લોકોને કડકડતી ઠંડીથી રાહત મળી છે. બે દિવસથી અચાનક જ ઠંડીનું જોર અને પવન ફૂંકાવાનો ઓછો થઈ ગયો છે. જેના કારણે દિવસનું મહત્તમ તાપમાન વધ્યું છે. હવામાન વિભાગના આંકડા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી 6 ડિગ્રી વધી 16.2 અને મહત્તમ તાપમાન 5 ડિગ્રી વધ્યું છે. રાજ્યમાં 9.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે.

તાપમાનનાં આંકડા તપાસીએ તો, રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.5 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.3, ડીસામાં 14.1, સુરતમાં 20.2 અને રાજકોટમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદની વાત કરીએ તો, મહત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયુ છે. જે હાલની સ્થિતિનાં સામાન્ય તાપમાનની સરખાણીએ 0.4 ડિગ્રી વધુ નોંધાયુ છે. આ સાથે લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી વધુ નોંધાયું છે. શનિવારે રાજ્યનાં 10થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી વધુ નોંધાયુ હતું.