જાણો આજે ઓટીટી પર કઈ વેબ સિરિઝ ક્યાં રિલિઝ થઈ છે, આ અઠવાડિયું બની જશે મજેદાર….

જાણો આજે ઓટીટી પર કઈ વેબ સિરિઝ ક્યાં રિલિઝ થઈ છે, આ અઠવાડિયું બની જશે મજેદાર….

ધીમે ધીમે હવે સિનેમાનો ક્રેઝ ઘટી રહ્યો છે અને ઓટીટીનો ક્રેઝ વધી રહ્યો છે. અત્યારે મોટા પડદાની સાથે સાથે OTT પર પણ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે. ત્યારે આજે શુક્રવારે કેટલીક નવી વેબ સિરિઝ રિલીઝ થઈ છે… . . .

આ વેબ સિરિઝ  દર્શકો માટે મનોરંજનથી ભરપૂર રહેવાની છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કઈ વેબ સિરિઝ ક્યાં પ્લેટફોર્મ પર રિલિઝ થવા જઈ રહી છે….

ઓટીટી પર આ બે વેબ સિરિઝ આજે રિલિઝ થઈ છે….

રંગબાઝ 3
OTT G5 પર આજે રિલીઝ થયેલી ત્રીજી સિઝનમાં બિહારની રાજનીતિનો આવો જ એક પ્રકરણ સામે આવ્યો છે. જેમાં રાજ્યનું રાજકારણ અને એક નેતાની વાત સામે આવે છે. જે જણાવે છે કે કેવી રીતે રાજકીય પક્ષ સાથે જોડાયેલા બાહુબલી સાંસદ એક નાનો વિસ્તાર છોડીને સંસદ ભવન પહોંચે છે. પરંતુ વાર્તામાં અચાનક વળાંક આવે છે. વાત વાસ્તવિકમાંથી કાલ્પનિક બની જાય છે. જો તમે રાજકારણમાં રસ ધરાવો છો અને રાજકીય સંકેતો સમજો છો તો આ શ્રેણી તમારા માટે છે. . . . .

આ ડ્રામામાં રાજકારણ, ભ્રષ્ટાચાર, ગુનાખોરી અને સત્તાની રમત જોવા મળશે. વિનીત કુમાર સિંહ હારૂન શાહ અલી બેગના રોલમાં જોવા મળશે. તેની પ્રથમ 2 સિઝન ખૂબ પસંદ કરવામાં આવી હતી અને ચર્ચામાં પણ રહી હતી. . . .

મસાબા મસાબા સીઝન 2
વેબ સિરીઝ મસાબા મસાબાની સીઝન 2 આજે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. તેની પ્રથમ સિઝન લોકોને ખૂબ પસંદ આવી હતી. તેમાં નીના ગુપ્તા અને મસાબા ગુપ્તાની માતા-પુત્રીની જોડી છે. તે સોનમ નાયર દ્વારા નિર્દેશિત છે. . . . .