બી.સી.એ.માં પ્રવેશ માટે ચોક્કસ કોલેજને ફાયદો કરાવવાની પેરવી હોવી જોઈએ કે નહિ

બી.સી.એ.માં પ્રવેશ માટે ચોક્કસ કોલેજને ફાયદો કરાવવાની પેરવી

– યુનિવર્સિટી સ્વાયત સંસ્થા હોવા છતાં
– ઓનલાઈનના બદલે ઓફ લાઈન પ્રવેશ કાર્યવાહી અને તેમાં પણ ધરાર ચોક્કસ કોલેજની સીટો ફાળવતા વિરોધ
ભાવનગર : યુનિવર્સિટીમાં બી.સી.એ. કોર્ષ એ સરકારી નથી અને ખાનગી કોલેજોમાંથી તે કાર્યરત છે જ્યારે હાલનાં સંજોગોમાં બી.સી.એ.માં પ્રવેશ પણ અગાઉ કરતા વધ્યા છે. ત્યારે પુનઃ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈનનાં બદલે ઓફલાઈન કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી ચોક્કસ કોલેજમાં ફાળવામાં આવતા પસંદગીની કોલેજો મળી ન હોવાના કારણે પુનઃ વિરોધ થવા પામ્યો હતો.
એમ.કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજોમાં બી.સી.એ. અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને જરૂર પડયે આવી કોલેજોને વર્ગ વધારો પણ મંજુર કરાય છે. પરંતુ ચોક્કસ કોલેજને વિદ્યાર્થી જ પસંદ ન કરતા હોય અને સીટો ખાલી રહેતી હોય તેનો ડંકો યુનિવર્સિટીએ લેવાનો થતો નથી. પ્રવેશનાં પ્રથમ રાઉન્ડ બાદ ઘણા વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી ગયા હતા જે અંગે રજુઆતો થવા પામતા સેન્ટ્રલી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના સ્થાને યુનિવર્સિટી દ્વારા રૂબરૂ ઓફલાઈન ફોર્મ સ્વિકારવા તેમજ ચોક્કસ કોલેજમાં જ સીટો ભરવાની પેરવી કરાઈ હતી જોકે ૪૫ જેટલા વિદ્યાર્થીઓને જે કોલેજમાં પ્રવેશ મેળવવો હતો તેના બદલે માનીતી કોલેજની સીટો ફાળવવામાં આવી હતી. જો કે આ વિદ્યાર્થીઓએ તેનો અસ્વિકાર કર્યો હતો. આમ ચોક્કસ સંસ્થાને લાભ અપાવવાની વૃત્તી છતી થવા પામી હતી. પરંતુ અભ્યાને લગત જરૂરી સુવિધાનાં અભાવને કારણે વિદ્યાર્થીઓ ફાળવાયેલ કોલેજમાં પ્રવેશ મેળવવા રાજી નથી ત્યારે ધરાર પ્રવેશ પ્રક્રિયાનો વિરોધ કરી પસંદગી વાળી કોલેજોમાં પ્રવેશ ફાળવવા લેખીત માંગણી કરી હતી.